Monday 4 January 2016

જોયો છે મૈં સૂરજ ઉગતા, નજરને છેડે, દૂર ક્ષિતિજના કિનારે,
નથી જોયો પણ મૈં આટલો પ્રકાશ, કોઈ પણ દિશાએ,

જોયા છે ફૂલ ખીલતા મૈં પેલા વાસુદેવ ના બગીચે,
નથી આવી અવી સુગંધ એક પણ પાંખડીએ,

જોયો છે મૈં  વરસાદ વરસતા, વીજળીના સંગાથે,
નથી ભીંજાયો હું આટલો બધો, આવા એક પણ માવઠે,

જોયો છે મૈં પવન ફૂકાતા એક મુગ્ધ આલાપે,
નથી જ્હિલ્યો પણ મૈં લહરના અવા અંદાજને,

રમ્યો છું બહુ હું માટીના વિશાળ ખોળે,
નથી થયો તરબોળ પણ હું, આવી સોનેરી ધુળે,

શિખરો અનેક સિર કર્યા મૈં, આજ સુધી ની મુસાફરીએ,
નથી બંધાયો આટલો વિશ્વાસ, એક પણ મકામે,

રસ્તો આગળ લાંબો છે, પથ્થર છે વણાકે વણાકે,
નથી થયો આટલો નીડર પણ હું, ચાલે ચાલે,

પીધું  છે મૈં અમૃત સ્વયમ ઇન્દ્ર ના હાથે,
થયો હજી હમણાજ અમર હું, તારા સંગાથે,

જોયો છે પ્રેમ મૈં, દર બીજા યુવાન હૈયે,
નથી ઘાયલ થયો હું, કામદેવના બાણે બાણે,

પીધો છે મૈં સોમરસ, અનેક મધુશાળે,
નથી થયો આવો નશો મને, એક પણ ઠેકાણે,

જોયો છે મૈં સૂરજ ઉગતા, નજર ને છેડે, દૂર ક્ષિતિજ ના કિનારે,
નથી જોયો પણ મૈં આટલો પ્રકાશ, કોઈ પણ દિશાએ,