Wednesday 28 September 2016

બસ, બૌ રમ્યો,પરસેવે નાઈને, આખો ગંદો થઈને, હું ચાલ્યો,
રમત અડધી મૂકીને, હાર જીત ભૂલીને, ધરાઈને, હું ચાલ્યો,

કિસ્મતને પોટલામાં બાંધીને, પોટલું ખીટીએ લટકાવીને, હું ચાલ્યો,
ઘસી જોયા બંને હાથ, ચોંટેલો મેલ ખંખેરીને, ખાલી ખોબો લઈને, હું ચાલ્યો,

બધાં બૌ રિસાયા ભાઈ, માનવી જોયા, ચડેલા મોઢા મૂકીને, હું ચાલ્યો,
ટોળું પાછળ લઈને, વરરાજો બની, વરઘોડા સાથે, હું ચાલ્યો,

હિસાબ થોડા ટૂંકા રહ્યા, ચોપડાં ક્યાંછે ભરાયા, લેણદેણ છોડીને, હું ચાલ્યો,
વાળ પાકવા તો મુકેલા, થોડા કાળા રહી ગયા, માથે રાખોડી રંગ લઈને, હું ચાલ્યો,

આવજો કેમ કરતા કહું, કોઈ ચોક્કસ સરનામું આપ્યા વગર, હું ચાલ્યો,
ભીની આંખે, ભાંજાતી સાંજે , આથમતા સુરજ સાથે, હું ચાલ્યો,

સમય થોડો જોઈતો હતો, ઘડિયાળ સામે હારીને, હું ચાલ્યો,
થોડું આમ કરતે થોડું તેમ, જેમ નું તેમ મૂકીને, હું ચાલ્યો,

રીવાઇન્ડ કરીને, થોડું હસી થોડું રડીને, ઝાલેલા હાથ છોડીને, હું ચાલ્યો,
પીરસેલી થાળી મૂકીને, થોડો ભૂખો, થોડો તરસ્યો રહીને, હું ચાલ્યો,

રેહવું તો હાજી હતું મારે, આ ઝાડના છાંયડે, તડકો આવ્યો એટલે, હું ચાલ્યો,
જાણીતી હસ્તી મૂકીને, આ અનંત પ્રકાશના છેડે, હું ચાલ્યો,

Monday 4 January 2016

જોયો છે મૈં સૂરજ ઉગતા, નજરને છેડે, દૂર ક્ષિતિજના કિનારે,
નથી જોયો પણ મૈં આટલો પ્રકાશ, કોઈ પણ દિશાએ,

જોયા છે ફૂલ ખીલતા મૈં પેલા વાસુદેવ ના બગીચે,
નથી આવી અવી સુગંધ એક પણ પાંખડીએ,

જોયો છે મૈં  વરસાદ વરસતા, વીજળીના સંગાથે,
નથી ભીંજાયો હું આટલો બધો, આવા એક પણ માવઠે,

જોયો છે મૈં પવન ફૂકાતા એક મુગ્ધ આલાપે,
નથી જ્હિલ્યો પણ મૈં લહરના અવા અંદાજને,

રમ્યો છું બહુ હું માટીના વિશાળ ખોળે,
નથી થયો તરબોળ પણ હું, આવી સોનેરી ધુળે,

શિખરો અનેક સિર કર્યા મૈં, આજ સુધી ની મુસાફરીએ,
નથી બંધાયો આટલો વિશ્વાસ, એક પણ મકામે,

રસ્તો આગળ લાંબો છે, પથ્થર છે વણાકે વણાકે,
નથી થયો આટલો નીડર પણ હું, ચાલે ચાલે,

પીધું  છે મૈં અમૃત સ્વયમ ઇન્દ્ર ના હાથે,
થયો હજી હમણાજ અમર હું, તારા સંગાથે,

જોયો છે પ્રેમ મૈં, દર બીજા યુવાન હૈયે,
નથી ઘાયલ થયો હું, કામદેવના બાણે બાણે,

પીધો છે મૈં સોમરસ, અનેક મધુશાળે,
નથી થયો આવો નશો મને, એક પણ ઠેકાણે,

જોયો છે મૈં સૂરજ ઉગતા, નજર ને છેડે, દૂર ક્ષિતિજ ના કિનારે,
નથી જોયો પણ મૈં આટલો પ્રકાશ, કોઈ પણ દિશાએ,