Thursday 27 August 2015

ગઈકાલે ચાલવા નીકળ્યો, ઘરની બહાર બૂટ પેરીને ગયો તો પગમાં માટી ના લાગી,
જરા નવાઈ લાગી, ધ્યાનથી જોયું, બહાર ચોખ્ખો ચળકતો નક્કર પથરાવ, એક સરખો,

હશે, વિચારી ને આગળ વધ્યો, છોકરાં રમતા નોતા, ખાલી ફળિયું દેખાયું જાણે,
કૂતરા પણ ઓછા દેખાયા, સુક્કો, પોલો પવન અજ અથડાયો, બીજું કઈજ નહિ,

બે ડગલાં ભરી ને પાદર તરફ વળ્યો, એકાદ ઘર પર નવો પૈંટ દેખાયો, બસ,
સામે ત્યાં જ્હુપડી હતી, શેરડી નો રસ પિતા અમે ત્યાં, જાપ્લું બંધ દેખાયું આજે,

ટાંકી બનાવલી છે જબરદસ્ત, કોઈએ કીધું કે એ તો ખાઈકી ની નિશાની છે,
જરા ગુચવાયો તો ખરો, આમ કેમ થયું, ગોળ ફરી ને ભાનની ખાત્રી કરી,

રસ્તા જાણે બદલાયા નોતા એ સારું થયું, હા, સપાટી પેલ્લા કરતા સારી,
ઘણી વાર્તાઓ રાહ જોઇને બેથી છે, પણ કોઈ સંભાળવા વાળું છેજ નહિ,

મોઢા પર કરચલીઓ દેખાઈ છે, કોઈને કોઈ ક્રીમ કામ નથી લાગ્યા,
નવાઈની વાત એ છે ક બધાં એક અજ દિશા બાજુ જોઈને બેસવા માંડ્યા,

જોવાયું નહિ આ બધું, એટલે પાછો ઘરે આવી ગયો, બૂટ કાઢ્યા, ને બેઠો,
જેવી નજર ઉંચી કરી, ઘર નો મોભ નમેલો દેખ્યો, ઉધઈ લાગી ગઈ કદાચ,  

Saturday 15 August 2015

આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

અરે! ક્યાં હતો, દેખાયોજ નહી, થાકેલો લાગે છે, મુક ભાઈ, થેલો નીચે મુક,
શું થયું? કેમ આટલો માંદો દેખાય છે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

આંખ કેમ લાલ છે તારી? કયા જોરે ભાઈ તારાં પાણી કાડ્યા,
લે, આ રૂમાલ વાપર, આવ દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

વરસોના દેશી હિસાબ મૈં પણ ભર્યા છે, તું પણ જાણે નફો નુકસાન જોતો હશે,
ચાલને બેસ્યે, ધંધાની સફળતાં માપ્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

બો દુરથી તું પણ ચાલતો આવ્યો લાગે છે, મૈં પણ હમણાંજ જોડા કાડ્યા,
આ પીપળે આપળે વિસામો લઈએ, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,  

તારે પણ જાણે પોતાના પાછળ છુટ્યા,હું પણ ઘણાંને વળાવીને આવ્યો,
સાથે મળી બધાને પાછા બોલાવ્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

સાત થીકડી, ને સંતાકુકડી તારી જેમ મારે પણ પાછી રમી જોવી છે,
બેસીને નિયમ તો નક્કી કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

દાદા દાદીનીવાર્તા તને યાદ છે કે? મૈં તો મારો જુનો ખજાનો ખોલ્યો,
ચાલને એક બીજા ને વાર્તા કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

વાળ તારા પણ ધોળા થવા માંડ્યા ને? મારેતો મેહંદી નાખવાનો વારો આવ્યો,
જરા પાછા ભૂલકા બની વાળ કાળા કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

માથા નો ભારો તું પણ કસ્સે મૂક, હું પણ મારો બોજો ઉતારી મુકું,
ચાલ ને થોડી મશ્કરી કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે !!!!!! 

Friday 7 August 2015

આજે કઈક કરવાનું મન થયું

આજે બેઠા બેઠા કઈક કરવાનું મન થયું, પોતાની જાત ને તસ્દી આપવાનું મન થયું,
કઈક જુનું કરવાનું મન થયું, આજે લખવાનું મન થયું, વરસાદમાં નાહવાનું મન થયું,

એક ધારું અને એક ચિત્તે બેસી રહી સમય વિતાવવાની પ્રથા ને બંધ કરવાનું મન થયું,
આજે શાંતિ ભંગ કરી, મને નાના ભૂલકાની જેમ ચીસ પાડીને તોફાન કરવાનું મન થયું,

ગરમા ગરમ ચા અને ભજીયા ની જગ્યા એ, મને પ્રકતિ સાથે ધમાલ પાડવાનું મન થયું,
શાણો તો જાણે રોજ અજ હોવ છુ, આજે મિત્રો સાથે મળી મને ગાંડો બનવાનું મન થયું,

ગંદા થતા તો પોતાની જાતને બચાવ અજ છું, આજે ખાબોચિયામાં છબછબીયા કરવાનું મન થયું,
 આમ તો રોજ દોડ લાગાવુજ છું, આજે કાગળ ની હોળી બનાવી હરોળ માં ઉતારવાનું મન થયું,

આમ તો રોજ ગર્દી માજ ચાલુ છું, દિલ થી વરશતા આ મેઘ માં આજે એકલા ચાલવાનું મન થયું,
માણસો સાથે તો બૌ વાત કરી, આજે  વૃક્ષો, પશુઓ અને દેડકો સાથે ગપ્પા મારવાનું મન થયું,

મિત્રો સાથે તો રોજ વાત થતીજ હોઈ છે, આભે થી ઉતરેલા ટીપાઓ સાથે લટાર મારવાનું મન થયું,
બંધ બારને પવન ને તો ઘણો રોક્યો, આજે પવન સાથે આવતી વાછટને મોઢા પર લેવાનું મન થયું,

યાંત્રિક જીંદગી તો રોજ અજ ચાલતી રેહવાની, આજે એ યંત્ર ને થોબીજા કહી શ્વાસ લેવાનું મન થયું,
આજે મને કઈક  જુનું કરવાનું મન થયું, આજે મને લખવાનું મન થયું, વરસાદ માં નાહવાનું મન થયું।